ચાલ ભાઈ વળી પાછા માળિયે ….

સાથે હરતા, સાથે ફરતા,
સાથે રમતા ઍક્જ આંગણે;

મારૂ હતુ તારુ અને તારુ ઍજ મારુ,
હતુ બધુ “આપણુજ”, ઍવુ ઍક ટાણે;

ઍકજ માળા ના પંખિડાઓ સહુ આપણે,
ઉગતી પાંખડીઓઍ, સાધી દિશાઓ ચારે કોણે,

જેવો આતમ વિશ્વાસ, અને કરમ પાંખડીયુના,
સાતે દરિયાના પીધા નીર, ને રોટલો ચાખ્યો ખૂણે ખૂણે;

ભીની જીભે તરસ ન છિપાવિ, ને રોટલે ન પૂર્યા પેટ ના ખાડા,
સાંભર્યો માળો પેહલી હૂંફ નો,
ખાલી પેટ પણ ભરેલા પ્રણય સંગાથ નો;

ચાલ ભાઈ વળી પાછા માળિયે,
વીસરાયેલા સંભારણાઓ વાગોળીઍ;
પકડતા આંગળી ઍકબીજા ની, ચાલ હવે બાજુઓ ઝાલીઍ;

છે યાદ તને, ઍ ગમ્મત સાંકળીની ?
ઍક કાંડુ છુટે ને બીજુ તરત ઍને સાંકળે;
કરતબની આ જાદુઈ દુનિયામા, વીસરાય આ ગમ્મત તે પેહલા,
હૂ જો ઉપર, તો સાંકળુ તને,
ને તૂ જો ઉપર, તો સાંકળ મને;

આંખડીયુ ભીની મારી, જોવા તરસે તને,
થનગને છાતી મારી, ભેટવા કાજે તને,
આજ ના કોઈ બહાનુ બનાવીશ,
છોડી સઘળા કાજ, દૌડી અબઘડી આજ,
ઍ “જોગાણી” તૂ જલ્દી આવ,
યાદ કરે તને જોગાણી ઓ…

ચાલ ભાઈ વળી પાછા માળિયે,
વીસરાયેલા સંભારણા વાગોળીઍ.

– સંજય જોગાણી / ૧૯-૧૧-૨૦૧૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *